વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસર પર અનેક ક્રિકેટ સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સચિન તેંડુલર પણ વારાણસી પહોંચ્યા હતા. વારાણસીમાં સચિને કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા હતા. સચિને ભગવાન શિવનો જલાભિષેક કર્યો અને પૂજા-અર્ચના કરી હતી.