
અંબાતી રાયડૂ એ જણાવ્યું કે, ટીમના અન્ય ખેલાડીઓ મારી સાથે વાત પણ નહીં કરતા હતા. બોલવા વાળાને ટીમની બહાર કરવામાં આવ્યા હતા. તે સમયે મારી સાથે ઘણો ભેદભાવ થયો. એક ક્રિકેટરે સારુ પ્રદર્શન કરવા માટે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ. તે સમયે હું ઘણો તણાવમાં હતો. એટલે જ હું હૈદરાબાદ છોડીને આંઘ્રપ્રદેશ આવી ગયો હતો.

વિવાદોને કારણે અંબાતી રાયડૂ આંધ્ર ક્રિકેટ ટીમની તરફથી રમવા લાગ્યો હતો. ત્યા પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ટીમના કેપ્ટન એમએસકે પ્રસાદ સાથે પણ મતભેદ થતા તેણે ફરી હૈદરાબાદ આવવું પડયું હતું. આ બધા વચ્ચે તેને 2010માં આઈપીએલમાં મુંબઈ તરફથી રમવાની તક મળી. વર્ષ 2019માં બીસીસીઆઈના અધિકારીઓએ તેને વર્લ્ડ કપની તૈયારી કરવા કહ્યું , પણ ટીમમાં સ્થાન મળ્યું ના હતું.