
34 વર્ષીય ગુજ્જુ ઓલરાઉન્ડર જાડેજા હાલમાં ટેસ્ટ રેકિંગમાં નંબર 1ના સ્થાને છે. તેણે એક ભારતીય બોલર તરીકે ઓવલના મેદાન પર સૌથી વધારે 11 વિકેટ લીધી છે. કપિલ દેવ એ આ મેદાન પર 3 મેચમાં 10 વિકેટ લીધી હતી.

શાર્દુલ ઠાકુર હાલમાં ટેસ્ટ બોલર રેકિંગમાં 8માં સ્થાને છે. તે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ ધમાલ મચાવી શકે છે.

ભારતીય દિગ્ગજ સ્પિનર અશ્વિનનો ઓવલના મેદાન પર રેકોર્ડ ખાસ રહ્યો નથી. પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં તે ભારતીય ટીમને મોટી સફળતા અપાવી શકે છે.

મોહમ્મદ શમી ટેસ્ટ રેકિંગમાં 9માં સ્થાને છે. તેણે ઓવલમાં માત્ર 1 મેચ રમી છે જેમાં તેણે 2 વિકેટ લીધી છે. તે આઈપીએલમાં ટોપ વિકેટ ટેકિંગ બોલર રહ્યો હતો.

મોહમ્મદ સિરાજ ટેસ્ટ રેકિંગમાં 10માં સ્થાને છે. તેણે આઈપીએલમાં બેંગ્લોર માટે આ સિઝનમાં અનેક વિકેટ લીધી હતી. તેની પાસે ભારતીય ફેન્સ મોટી વિકેટોની આશા રાખી રહ્યા છે.