
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023માં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કિંગ બની શકે છે. તેણે ઓવલમાં 3 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 169 રન બનાવ્યા છે. જે હાલના ભારતીય બેટ્સમેનોની સરખામણીમાં સૌથી વધારે છે. ભારતીય ફેન્સ તેની પાસે વધુ એક સેન્ચુરીની આશા રાખી રહ્યા છે.

રોહિત શર્મા ઓવલમાં પોતાના કરિયરની 50મી ટેસ્ટ મેચ રમશે. તે ઓવલના મેદાન પર 1 ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેણે 1 સેન્ચુરી ફટકારી હતી.

ગુજ્જુ ઓલરાઉન્ડર જાડેજા ઓવલમાં 2 ટેસ્ટ મેચ રમી છે. તેણે આ મેદાન પર એક ફિફટી પણ ફટકારી છે.

શાર્દૂલ ઠાકુર ઓવલમાં માત્ર 2 ઈનિંગ રમી છે અને તેમાં તેણે 2 ફિફટી ફટકારી છે.

ગુજ્જુ ક્રિકેટર પૂજારા એ ઓવલમાં 3 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 117 રન બનાવી છે અને 1 ફિફટી ફટકારી છે.

ઓવલના મેદાન પર રહાણે એ 3 મેચમાં માત્ર 55 રન બનાવ્યા છે. આઈપીએલ 2023ના ફોર્મને જોતા તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ કમાલ કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે.