
તમે ક્રિકેટમાં વીડિયો એનાલિસ્ટ તરીકે પણ કરિયર બનાવી શકો છો. વીડિયોનું એનાલિસિસ કરીને તમે બોલર અને બેટ્સમેનની કમજોરીને નોટ કરીને ટીમને મદદ કરી શકો છો. આ કરિયર માટે તમારી પાસે તકનીકી શિક્ષાની સાથે ક્રિકેટની સમજ પણ હોવી જોઈએ. BCCIના સીનિયર વીડિયો એનાલિસ્ટને એક દિવસના 15 હજાર રુપિયાના હિસાબે સેલેરી મળે છે.

આ સિવાય તમે ક્રિકેટ મેચમાં સ્કોરર, હેડ કોચ, ફિલ્ડિંગ કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ક્રિકેટ આંકડાશાસ્ત્રી, ફિઝિયો અને પત્રકાર/ પીઆર તરીકે કામ કરીને પણ સારી એવી કમારી કરી શકો છો. ટીમના કોચની સેલેરી લાખો રુપિયાથી શરુ થાય છે જ્યારે અન્ય પદ પર અનુભવ પ્રમાણેની સેલેરી મળે છે.