
જયદેવ ન તો ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શક્યો છે અને ન તો તે હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી શકશે. દેશમાં કોરોનાના વધતા કેસો બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી સ્થગિત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર વર્તમાન રણજી ટ્રોફીની વિજેતા ટીમ છે અને તેણે બંગાળને હરાવીને 2019-20માં રણજી ટ્રોફી જીતી હતી. આ પહેલા પણ 2018-19ની સિઝનમાં સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

સૌરાષ્ટ્રની ટીમનો આ સ્ટાર ખેલાડી ભારતીય ટીમ વતી એક માત્ર ટેસ્ટ મેચ રમ્યો ઠેય આ ઉપરાંત તે 7 વન ડે અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. IPL માં તે 86 મેચ રમ્યો છે. જેમાં તેણે 85 વિકેટ ઝડપી છે.