એક તરફ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત, જાણો ચેતેશ્વર પુજારા કયુ વજન ઉપાડવામાં વ્યસ્ત હતો? જુઓ ફોટોઝ
ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી સાથે શરૂ થશે. આ દરમ્યાન સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર આ મેચ માટે ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ નથી. ચેતેશ્વર પૂજારાએ છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રમ્યો હતો. જોકે આ વચ્ચે મહત્વની વાત એ છે કે સાંજે 5:53 ના સમયે ટીમની જાહેરાત થઈ ત્યારે ચેતેશ્વર પૂજારા કોઈક અલગ જ દુનિયામાં હતા.
ભારત Vs દક્ષિણ આફ્રિકા વચ્ચે 1લી ટેસ્ટ મેચ 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન 2જી ટેસ્ટ – 3-7 જાન્યુઆરીના રોજ કેપ ટાઉન ખાતે યોજવાની છે. આ દરમ્યાન અનેક ખેલાડીઓ બહાર થયા હોવાથી માહિતી સામે આવી છે.
5 / 5
ટીમના ખેલાડીઓ બહાર થયા હોવાની માહિતી સામે આવી ત્યારે ચેતેશ્વર પૂજારા અલગ જ દુનિયામાં હતા. તેમણે તેમના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. ચેતેશ્વર પૂજારાએ સાંજે 5:30 વાગ્યે આ પોસ્ટ કરી જેમાં તે Gym ની મજા માણી રહ્યો છે.