
ફૂટબોલમાં બ્રાઝીલની ફૂટબોલ ટીમે પોતાની આગવી રમતથી ફૂટબોલના મેદાન પર પોતાનો જાદુ બતાવ્યો હતો. બ્રાઝીલની ટીમ ફૂટબોલ જગતમાં હંમેશાથી એક શ્રેષ્ઠ ટીમ તરીકે ઓળખાય છે. ફૂટબોલના ચાહકો બ્રાઝીલની પીળા રંગની જર્સીમાં ફૂટબોલના મેદાનમાં અને વિશ્વભર જોવા મળે છે. બ્રાઝીલે 5 વખત ફૂટબોલ વિશ્વ કપ પોતાના નામે કર્યો છે જે એક રેકોર્ડ છે.

બાસ્કેટબોલમાં NBA ની લીગ ઘણી પ્રખ્યાત છે અને વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગમાં તેનુ નામ સામેલ છે. NBA માં લોસ એન્જલસ લેકર્સે રેકોર્ડ 17 ચેમ્પિયશીપ જીતી છે. LA Lakers અને બોસ્ટન સેલ્ટીક્સની ટીમે NBA માં સૌથી વધુ 17 ચેમ્પિયશીપ જીતી છે. NBA ની લીગમાં LA Lakers ની ટીમ ઘણી લોકપ્રિય ટીમ છે. એલએ લેકર્સ માટે બાસ્કેટબોલ જગતના અનેક દિગ્ગજ ખેલાડીઓએ પીળા રંગની જર્સી પહેરી છે અને ટીમને ટાઇટલ જીતાડયા છે.