
એમએસ અને સાક્ષી ધોનીએ 4 જુલાઈ 2010ના રોજ દેહરાદૂનમાં લગ્ન કર્યા હતા. ધોની અને સાક્ષીએ 4 જુલાઈ, 2010ના રોજ લગ્ન કર્યા હતા અને 2011માં ધોની ભારતને વર્લ્ડકપની ભેટ આપી હતી. આ કપલના ઘરે ઝિવા નામની પુત્રી છે, જેનો જન્મ 6 ફેબ્રુઆરી, 2015ના રોજ થયો હતો.

ઇયોન મોર્ગને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ તારા રિડગવે સાથે 2018 માં લગ્ન કર્યા અને 2019માં ઇંગ્લેન્ડને ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતાડી હતી.

ફેબ્રુઆરી 2020માં કમિન્સે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ બેકી બોસ્ટન સાથે સગાઈ કરી હતી. દંપતીને એક પુત્ર છે. તેઓએ 1 ઓગસ્ટ 2022ના રોજ લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ છઠ્ઠી વખત 2023માં વર્લ્ડ ચેમ્પિયન બની છે, જ્યારે કેપ્ટન પેટ કમિન્સ બીજી વખત આઈસીસી ટ્રોફી જીતાડી છે.