આઈપીએલની 17મી સિઝનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષે આઈપીએલ વિદેશની ધરતી પર અથવા તો સમય પહેલા રમાઈ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, બીસીસીઆઈના સૂત્રો જણાવે છે કે 2024માં લોકસભા ચૂંટણી હોવાથી આઈપીએલનું આયોજન જલ્દી થશે અથવા તો ભારતની બહાર વિદેશમાં થશે.
પ્રથમ વખત વર્ષ 2009માં ચૂંટણીને કારણે આઈપીએલ સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. જ્યારે વર્ષ 2014માં ચૂંટણીને કારણે આઈપીએલની કેટલીક મેચ ભારતમાં તો કેટલીક મેચ યુએઈમાં રમાઈ હતી.
મળતી માહિતી અનુસાર, આઈપીએલ 2024 માટે વેન્યૂની શોધખોળ થઈ રહી છે. બીસીસીઆઈ પ્રયત્ન કરશે કે આઈપીએલ 2024 મે મહિના પહેલા જ સમાપ્ત થઈ જાય.
જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલમાં સૌથી વધારે 5-5 વાર ચેમ્પિયન બની છે.