Breaking News: ઈન્ડિયન આઈડલ સિંગર બન્યો ક્રિકેટ અમ્પાયર, હવે ઓસ્ટ્રેલિયામાં મળી મોટી જવાબદારી

ઈન્ડિયન આઈડલના મંચ પર પોતાની ગાયકીથી ઓળખ બનાવનાર પરાશર જોશી હવે ક્રિકેટના મેદાન પર નવી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે. BCCI અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અમ્પાયર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તેમને ઓસ્ટ્રેલિયામાં ત્રણ ઘરેલુ મેચમાં અમ્પાયરિંગની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ બે શેફિલ્ડ શીલ્ડ અને એક વન ડે કપ મેચમાં ફરજ બજાવશે.

| Updated on: Oct 20, 2026 | 5:40 PM
1 / 8
ઈન્ડિયન આઈડલમાં ગાયકીથી ઓળખ બનાવનાર પરાશર જોશી હવે ક્રિકેટના મેદાન પર નવી સિદ્ધિ હાંસલ કરશે. તે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ઘરેલુ મેચમાં અમ્પાયરિંગ કરશે.

2 / 8
પુણેના રહેવાસી પરાશર જોશીએ 2008માં ઈન્ડિયન આઈડલની ચોથી સિઝનમાં ભાગ લીધો હતો. જોકે, ગાયકીની સાથે તેનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ પણ યથાવત્ રહ્યો.

3 / 8
પરાશર અગાઉ ક્લબ સ્તરે ક્રિકેટ રમતો હતો. બાદમાં તેણે અમ્પાયરિંગને કારકિર્દી તરીકે પસંદ કર્યું અને આ ક્ષેત્રમાં આગળ વધ્યો.

4 / 8
2015માં BCCIની સત્તાવાર અમ્પાયર પેનલમાં સ્થાન મેળવનાર પરાશર રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી જેવી સ્પર્ધાઓમાં ફરજ બજાવી ચૂક્યો છે.

5 / 8
પરાશરે અત્યાર સુધી 19 ફર્સ્ટ ક્લાસ, 32 લિસ્ટ A અને 40 T20 મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. તેના અનુભવમાં IPL અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો પણ સમાવેશ થાય છે.

6 / 8
ઓસ્ટ્રેલિયામાં તેનો પ્રવાસ 11થી 14 નવેમ્બર દરમિયાન બ્રિસ્બેનના ગાબા મેદાન પર ક્વીન્સલેન્ડ અને તાસ્માનિયા વચ્ચેની શેફિલ્ડ શીલ્ડ મેચથી શરૂ થશે.

7 / 8
ત્યારબાદ 16 નવેમ્બરે તેઓ ગાબા ખાતે વન ડે કપની મેચમાં અમ્પાયરિંગ કરશે. આ રીતે તેને ઓસ્ટ્રેલિયાની અલગ ફોર્મેટની ઘરેલુ ક્રિકેટનો અનુભવ મળશે.

8 / 8
પરાશરની છેલ્લી જવાબદારી 22થી 25 નવેમ્બર દરમિયાન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડ વચ્ચેની શેફિલ્ડ શીલ્ડ મેચમાં રહેશે. આ કાર્યક્રમ બંને દેશના અમ્પાયરોને આંતરરાષ્ટ્રીય અનુભવ આપશે. (PC:PTI/X)

Published On - 5:40 pm, Tue, 20 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.