
શુક્રવારે બપોરે 2 થી 5 પાકિસ્તાન ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે જ્યારે સાંજે 6 થી 9 ભારતીય ક્રિકેટ ટીમ પ્રેક્ટિસ કરશે. બંને ટીમો વર્લ્ડકપ 2023 ની 2-2 લીગ મેચ જીતીને અમદાવાદ પહોંચી છે ત્યારે બંને ટિમ અજેય રહેવા પ્રયત્ન કરતી જોવા મળશે.

1992, 1996, 1999, 2003, 2011, 2015 અને 2019ના વર્લ્ડકપની મેચોમાં ભારતે પાકિસ્તાનને હાર આપી છે. હવે 2023ના વર્લ્ડકપમાં પણ ભારત પોતાનો જીતનો રેકોર્ડ કાયમ રાખવા માંગશે.
Published On - 10:55 pm, Thu, 12 October 23