
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝ રમશે. આ પછી વર્લ્ડ કપ 2023નું પણ આયોજન થવાનુ છે. આ સંદર્ભમાં સ્ટોક્સની વાપસી ઈંગ્લેન્ડ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્ટોક્સ એક અનુભવી ખેલાડી છે અને તેનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે.

સ્ટોક્સે અત્યાર સુધી 105 વનડે રમી છે. તેણે આ ફોર્મેટમાં 3 સદી અને 21 અડધી સદી ફટકારી છે. આ સાથે 2924 રન બનાવ્યા છે. સ્ટોક્સે 74 વિકેટ લીધી છે. વનડેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યુ છે.