
ગાંગુલીએ મોટી ટુર્નામેન્ટમાં નિષ્ફળતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ આશા વ્યક્ત કરી હતી કે કોચ-કપ્તાનની જોડી કંઈક ઉકેલ શોધી કાઢશે. ગાંગુલીએ કહ્યું, "મને ખાતરી છે કે રોહિત અને રાહુલ દ્રવિડ ચિંતિત હશે કે અમે મોટી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું નથી. તેના પર ચર્ચા કરવામાં આવશે."

એશિયા કપથી લઈને ઓસ્ટ્રેલિયા શ્રેણીની પ્રથમ મેચ સુધી ભારતીયો પ્રથમ બેટિંગ કરીને જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચમાં સારો સ્કોર બનાવ્યો, પરંતુ ડેથ ઓવરોમાં ખરાબ બોલિંગને કારણે આ મેચો હારી ગઈ.
Published On - 9:46 pm, Thu, 22 September 22