
વર્ષ 2010 અને 2014માં બે વખત એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો ભાગ હતો. અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે ભારતે બંને પ્રસંગોએ એક પણ વાર ટીમ મોકલી ન હતી. બાંગ્લાદેશ (2010) અને શ્રીલંકાએ (2014) પુરુષોની ક્રિકેટ સ્પર્ધાઓમાં એક-એક ગોલ્ડ મેડલ જીત્યો છે.

પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વર્ષ 2010 અને 2014માં બંને વાર એશિયન ગેમ્સમાં જીત મેળવી હતી. આ બંને સિઝનમાં બાંગ્લાદેશની ટીમ રનરઅપ રહી હતી.