
તો આ જ મેચમાં ઓપનિંગ બેટ્સમેન આશિકર રહેમાન શિબલીએ બાંગ્લાદેશ માટે 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો. ગુજરાતનો રાજ લીંબાણી 12 વિકેટ સાથે અંડર 19 એશિયા કપમાં ટોપ વિકેટટેકર બન્યો છે.

બાંગ્લાદેશી બેટ્સમેન આશિકર રહેમાન શિબલીએ 5 મેચમાં કુલ 378 રન બનાવ્યા હતા.