
મિશેલ માર્શે ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ધ ફાર્મ માર્ગારેટ નદી પાસે ગ્રેટાને પ્રપોઝ કર્યું હતું. મિશેલ માર્શ એક મહાન ઓલરાઉન્ડર છે. ટોપ ઓર્ડરમાં ઝડપી રન બનાવવાની સાથે તે પોતાની મીડિયમ પેસ બોલિંગથી વિપક્ષી ટીમ પર દબાણ બનાવવામાં સક્ષમ છે.

સગાઈના થોડા દિવસો બાદ જ મિશેલ માર્શે તેની પત્ની ગ્રેટા માર્ક સાથે લગ્ન કર્યા.સગાઈ પહેલા પણ બંને ઘણી વખત જાહેરમાં જોવા મળ્યા હતા. મિશેલની પત્ની ગ્રેટા ઘણી વખત IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહીને તેના પતિને ચીયર કરતી જોવા મળી છે.