
તમને જણાવી દઈએ કે, સ્મિથે પોતાના કરિયરની શરુઆત લેગ સ્પિનર તરીકે કરી હતી પરંતુ હવે તે ટેસ્ટ મેચમાં દિગ્ગજ બેટ્સમેનોમાંથી એક છે. સ્મિથે ટેસ્ટની સાથે સાથે વનડે ફોર્મેટમાં પણ અનેક સફળતા મેળવી છે.

સ્ટીવ સ્મિથ વર્ષ 2012માં પ્રથમ વખત IPL રમ્યો હતો. તેણે તે સિઝનમાં 15 મેચ રમી અને કુલ 362 રન બનાવ્યા. 2016ની સિઝનમાં તેણે સદી ફટકારી હતી, જ્યારે બીજી જ સિઝનમાં તેણે 3 અડધી સદી સાથે કુલ 472 રન બનાવ્યા હતા. તેણે આ લીગમાં અત્યાર સુધીમાં 103 મેચમાં કુલ 2485 રન બનાવ્યા છે જેમાં 1 સદી અને 11 અડધી સદી સામેલ છે.
Published On - 1:11 pm, Fri, 2 June 23