
હવે એ જાણી લો કે ફાઈનલમાં શ્રીલંકાની જીત અને પાકિસ્તાનની હારના આ બે સૌથી મોટા કારણો કેવી રીતે છે. IPL માં પંજાબ કિંગ્સ સાથે 50 લાખ રૂપિયામાં જોડાયેલા ભાનુકા રાજપક્ષે શ્રીલંકા માટે ફાઇનલ મેચમાં 45 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. રાજપક્ષેએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ ઇનિંગ રમી હતી. ટીમે 58 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રાજપક્ષેની ઇનિંગે ટીમને પ્રોત્સાહન આપ્યું હતું.

અંતિમ ફતેહમાં શ્રીલંકાનો બીજો હીરો વાનિન્દુ હસરંગા છે. પરંતુ, જો આખી ટૂર્નામેન્ટ પર નજર કરીએ તો હસરંગા તેની ટીમનો સૌથી મોટો હીરો બની ગયો છે. પાકિસ્તાન સામે એશિયા કપ 2022ની ફાઇનલમાં હસરંગાએ મુશ્કેલ સમયમાં પ્રથમ બેટિંગ કરતા 21 બોલમાં 36 રન બનાવ્યા હતા. જે બાદ બોલ સાથે 3 વિકેટ ઝડપી હતી. ફાઈનલના આ આંકડા સાથે, હસરંગાએ એશિયા કપ 2022માં 66 રન અને 9 વિકેટ ઝડપી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાને જીત અપાવવામાં પ્રમોદ મદુશાનનો પણ મહત્વનો ભાગ હતો, જેણે તેની કારકિર્દીની બીજી મેચમાં 4 વિકેટ લીધી હતી. આ રીતે તેણે અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં 6 વિકેટ ઝડપી છે. તેણે એશિયા કપ 2022માં ડેબ્યૂ કર્યું હતું અને પાકિસ્તાન સામે બંને મેચ રમી હતી.
Published On - 11:39 am, Mon, 12 September 22