
એશિયા કપમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની નજર ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડ પર રહેશે. એશિયા કપ દ્વારા વિરાટ કોહલી ODIમાં સૌથી ઝડપી 13,000 રન પૂરા કરનાર ખેલાડી બની શકે છે.

સચિન તેંડુલકરનો આ વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે કોહલીને માત્ર 102 રનની જરૂર છે. કોહલીએ અત્યાર સુધી 265 વનડે ઇનિંગ્સમાં 12898 રન બનાવ્યા છે. જ્યારે સચિન તેંડુલકરે 321 ODI ઇનિંગ્સમાં 13,000 રન પૂરા કર્યા હતા.

આવી સ્થિતિમાં કોહલી પાસે દિગ્ગજ તેંડુલકરનો આ રેકોર્ડ તોડવાની 55 તકો છે. જો કોહલી 55 ઇનિંગ્સમાં 102 રન બનાવશે તો તે સચિન તેંડુલકર કરતા પણ આગળ નીકળી જશે.

વનડેમાં અત્યાર સુધી સૌથી ઝડપી 13,000 રન બનાવનાર ખેલાડીઓ - સચિન તેંડુલકર - 321 ઇનિંગ્સ, રિકી પોન્ટિંગ - 341 ઇનિંગ્સ, કુમાર સંગાકારા - 363 ઇનિંગ્સ, સનથ જયસૂર્યા - 416 ઇનિંગ્સ.

પાકિસ્તાન સામે સેન્ચુરી ફટકારીને તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે અને વનડેમાં સૌથી ઝડપી 13,000 રન બનાવનાર ખેલાડી બની શકે છે. વનડેમાં સૌથી ઝડપી 8000, 9000, 10,000, 11,000 અને 12,000 રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે.