
પાકિસ્તાનની આ હાલત કરવામાં સૌથી મોટી ભૂમિકા હાર્દિક પંડ્યાએ ભજવી હતી. ભારતીય ઓલરાઉન્ડરે તેની 3.3 ઓવરની બોલિંગમાં માત્ર 8 રન આપ્યા અને 3 વિકેટ લીધી. પંડ્યા ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

જો કે, ભારતને આ મેચ જીતવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો, કારણ કે મોહમ્મદ આમીરે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી અને તેની આગામી ઓવરમાં ભારતનો સ્કોર 3 રન પર 8 વિકેટ થઈ ગયો હતો. જો કે આ પછી કોહલીએ લડાયક ઇનિંગ રમી અને 51 બોલમાં 49 રન બનાવી ભારતની જીત સુનિશ્ચિત કરી. ભારતે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી.
Published On - 9:40 am, Sat, 27 August 22