
વર્ષ 1883માં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસે જવા પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન એ જણાવ્યું હતું કે અમે Ashes લેવા જઈ રહ્યા છે. આ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડની 2-1થી જીત થઈ હતી.ત્રીજી ટેસ્ટમાં મેલબર્નમાં કેટલીક મહિલાઓ એ મળીને બીજા ટેસ્ટ મેચમાં ઉપયોગમાં લેવાયેલી સ્ટંમ્પની બેલ્સની રાખને પરફ્યુમની બોટલમાં ભરીને ટ્રોફી બનાવી હતી. તેની સાચી ટ્રોફી લોડ્સના એમસીસી મ્યૂઝિયમમાં છે.

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે હમણા સુધી 72 Ashes ટેસ્ટ સિરીઝ રમાઈ છે. જેમાંથી 34માં કંગારુઓની અને 32માં ઈંગ્લેન્ડની ટીમની જીત થઈ છે. જ્યારે 6 ટેસ્ટ સિરિઝ ડ્રો રહી છે. આંકડાથી એ વાત સાફ છે કે બંને ટીમ દર વખતે એકબીજાને ટક્કર આપે છે. છેલ્લે 2021-22માં રમાયેલી Ashesમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 4-0થી જીત મેળવી હતી.
Published On - 10:05 pm, Thu, 15 June 23