
વર્કલોડ મેનેજમેન્ટ કરવુ પણ એક પડકાર છે. અગારકર સામે આ એક પડકાર છે જેને તેઓએ પાર પાડવો પડશે. ભારતીય ખેલાડીઓ હાલમાં ખૂબ ક્રિકેટ રમી રહ્યા છે. શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહે છે. આવી સ્થિતીમાં વર્કલોડ મેનેજ કરવો અઘરો છે. આગામી સમયમાં વિશ્વ કપ થી લઈને અનેક મોટી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ હિસ્સો લેવાનો છે. આવી સ્થિતીમાં ખેલાડીઓના વર્કલોડને મેનેજ કરીને ટીમના ખેલાડીઓને ફિટ અને મજબૂત રાખી શકાય છે.

ભારતીય ટીમને આગામી T20 વિશ્વ કપ માટે તૈયાર કરવાનો મોટો પડકાર રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આગામી ટી20 વિશ્વ કપ 2024 માટે ગત વર્ષની ટૂર્નામેન્ટ બાદ તુરત જ આ દીશામાં પ્લાનિંગ શરુ કરી દીધુ હતુ. જે હવે અજીત અગારકરે હવે મજબૂત ટીમ તૈયાર કરવાની જવાબદારી રહેશે.

અગારકરના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક સિનિયર ખેલાડીઓ અગારકરના કાર્યકાળ દરમિયાન જ ટીમ ઈન્ડિયાથી વિદાય લઈ શકે છે. આવી સ્થિતીમાં ટીમ ઈન્ડિયાને મજબૂત બનાવી રાખવા યુવા ખેલાડીઓને આગામી વિશ્વ કપ બાદ વધુ મોકો આપવામાં આવી શકે છે. આ સંતુલન જાળવવુ એક ચેલેન્જ રુપ છે. અગારકરે એક રણનિતી રુપ આ કાર્યવાહી કરવી પડશે.

વનડે વિશ્વ કપ અને એશિયા કપ આ મોટા પડકાર અજીત અગારકર સામે સૌથી પહેલા હશે. પદ સંભાળવા બાદ સૌથી પહેલુ કાર્ય અગારકરે આ બંને મોટી ટૂર્નામેન્ટ માટે ટીમની પસંદગી કરવાની છે. પહેલા એશિયા કપ રમાશે અને બાદમાં વનડે વિશ્વ કપ આ માટે તે ટીમની પસંદગી કરશે.