
તેની અત્યાર સુધીની કારકિર્દીમાં રહાણેએ 82 ટેસ્ટ મેચોની 140 ઈનિંગમાં 38.52 અને 50ની આસપાસના સ્ટ્રાઈક રેટથી 4931 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 12 સદી અને 25 અડધી સદી પણ ફટકારી છે. રહાણેએ 90 વનડેમાં 2962 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 24 અડધી સદી અને 3 સદી ફટકારી છે. રહાણેએ ટી20 ઈન્ટરનેશનલમાં 20 મેચમાં 375 રન બનાવ્યા છે.

સ્થાનિક ક્રિકેટમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે રહાણેને 2011માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમમાં તક મળી હતી.તેણે ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતેની તેની પ્રથમ વન-ડે મેચમાં ઓપનર તરીકે 40 રન બનાવ્યા હતા. જોકે, તેણે ટેસ્ટ ડેબ્યૂ માટે રાહ જોવી પડી હતી. તેણે માર્ચ 2013માં દિલ્હીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની તેની પ્રથમ ટેસ્ટ મેચમાં રહાણે 2 ઇનિંગ્સમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. (All photo: Ajinkya Rahane's Instagram)