
રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં 4931 રન બનાવ્યા છે અને 69 રન બીજા કરીને રહાણે ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પૂરા કરી લેશે. રહાણેએ 12 સદી અને 25 અડધી સદી ફટકારી છે.

અજિંક્ય રહાણે ભારત માટે શાનદાર ફિલ્ડર પણ રહ્યો છે. તેણે 82 મેચમાં 99 કેચ પકડયા છે અને વધુ એક કેચ સાથે તે 100 કેચ પૂર્ણ કરી લેશે.

રહાણેના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12,865 રન છે અને તે 135 બીજા રન કરીને પોતાના 13,000 રન પૂરા કરી શકે છે. રહાણેએ FC ક્રિકેટમાં 39 સદી અને 54 અડધી સદી ફટકારી છે.