
ઈન્ડિયા સિમેન્ટે વર્ષ 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીને રૂ. 371 કરોડમાં ખરીદી હતી. મહેન્દ્ર સિંહ ધોની શરૂઆતથી જ આ ટીમનો કેપ્ટન છે. તેને IPLની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી માનવામાં આવે છે. આ ટીમ અત્યાર સુધીમાં 14 સીઝન રમી છે, જેમાં 10 વખત ફાઇનલમાં પહોંચી છે અને 5 વખત જીતી છે.

અનલિસ્ટેડ માર્કેટના એક્સપર્ટ્સનું કહેવું છે કે ચેન્નાઈ સુપરકિંગ્સના શેરના ભાવમાં 50-60 ટકાનો વધારો થઈ શકે છે. આ રીતે, તેના શેરની કિંમત 240-250 રૂપિયાની રેન્જમાં પહોંચી શકે છે, જેના કારણે ફ્રેન્ચાઇઝનું બજાર મૂલ્ય લગભગ 7,500 કરોડ રૂપિયા થઈ શકે છે.