વર્લ્ડ કપ 2023 : અફઘાનિસ્તાન ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરી રચ્યો ઈતિહાસ
વર્લ્ડ કપ 2023માં મજબૂત ટીમોને હરાવી અફઘાનિસ્તાનની ટીમે બધાને ચોંકાવી સેમી ફાઈનલની રેસમાં હજી સ્થાન યથવાત રાખ્યું છે. મંગળવારે મુંબઈમાં તેમનો સામનો ઓસ્ટ્રેલિયા સામે છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા અફઘાનિસ્તાન ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અફઘાન ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પહેલી વાર ક્વોલિફાય કર્યું છે.
અફઘાનિસ્તાનની ટીમે આ વર્લ્ડ કપમાં 7 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. અફઘાનિસ્તાને આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેધરલેન્ડને હરાવી બધાને ચોંકાવી દીધા હતા.
5 / 5
અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. તેને વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલમાં પહોંચવા માટે તેની બાકીની તમામ મેચો જીતવી પડશે. તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સાથે છે. જ્યારે અંતિમ મેચ દક્ષિણ આફ્રિકા સામે થશે.