
મેન્સ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાનો એબી ડી વિલિયર્સ તેની અનોખી બેટિંગ શૈલી માટે જાણીતો છે. તેની પાસે ક્રિકેટના મેદાન પર તમામ દિશામાં શોટ રમવાની ક્ષમતા હતી. એટલા માટે તેને 'મિસ્ટર 360' તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિકેટમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને ICCએ તેમને હોલ ઓફ ફેમની યાદીમાં પણ સામેલ કર્યો છે. ડી વિલિયર્સની કારકિર્દી લગભગ 14 વર્ષ સુધી ચાલી. આ સમયગાળા દરમિયાન તેણે ત્રણેય ફોર્મેટમાં 20 હજારથી વધુ રન બનાવ્યા. ડી વિલિયર્સે 114 ટેસ્ટમાં 50ની એવરેજથી 8765 રન, 228 વનડેમાં 53ની એવરેજથી 9577 રન અને 78 T20માં 26ની એવરેજથી 1672 રન બનાવ્યા છે.

ICCએ આ વર્ષની હોલ ઓફ ફેમ યાદીમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર એલિસ્ટર કૂકનો પણ સમાવેશ કર્યો છે. તેની ગણતરી ક્રિકેટના શ્રેષ્ઠ ઓપનરોમાં થાય છે. તે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. 12 વર્ષની કારકિર્દીમાં કુકે 161 ટેસ્ટ રમી, જેમાં તેણે 45ની એવરેજથી 12472 રન બનાવ્યા, જ્યારે તેણે 92 ODI મેચોમાં 3204 રન બનાવ્યા. કૂકે માત્ર 4 T20 મેચ રમી છે, જેમાં તેણે 15ની એવરેજથી 61 રન બનાવ્યા છે. (All Photo Credit : PTI/AFP/ICC)