IND vs WI T20 Series : હાર્દિક પંડ્યાના પ્રદર્શનનો રિપોર્ટ કાર્ડ, જાણો તેના બેટીંગ-બોલિંગ પ્રદર્શનની સંપૂર્ણ વિગત

|

Aug 14, 2023 | 2:39 PM

ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની ટી20 શ્રેણીમાં 3-2 થી હાર થઇ હતી. ભારતે અંતિમ મેચમાં 8 વિકેટની હાર સાથે શ્રેણી ગુમાવી હતી. ભારતીય ટીમનું બેટિંગ અને બોલિંગ પ્રદર્શન આ શ્રેણીમાં નિરાશાનજનક રહ્યુ હતુ. બેટ્સમેન સતત નિષ્ફળ રહ્યા હતા અને ચોથી ટી20 સિવાય તે મેદાન પર તેમનો પ્રભાવ દેખાડવામાં નિષ્ફળ રહ્યા હતા.

1 / 5
ભારતનું પાંચ મેચની ટી20 શ્રેણીમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતુ. ભારત પાંચ મેચની શ્રેણીમાં પ્રથમ બંને મેચ હારી ગયુ હતુ જે બાદ ત્રીજી અને ચોથી મેચમાં જીત મેળવીને ટીમ એ શ્રેણી 2-2 થી બરાબર કરી હતી પણ છેલ્લી ટી20 મેચમાં હાર બાદ ટીમએ શ્રેણી 3-2 થી ગુમાવી હતી. ભારતીય ટીમના બોલર અને બેટ્સમેન પાંચમી મેચમાં અસફળ રહ્યા હતા. (PC: AFP)

2 / 5
શ્રેણીમાં હાર બાદ હાર્દિક પંડ્યાના નેતૃત્વ પર ઘણા પ્રશ્નાર્થ ઉઠ્યા છે. હાર્દિક પંડ્યા અને કોચ દ્રવિડના ઘણા નિર્ણયોની ટીમના પ્રદર્શન પર ખરાબ અસર પડી છે. તો નજર કરીએ કેપ્ટન હાર્દિક પંડ્યાના વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીના બેટિંગ અને બોલિંગ પ્રદર્શન પર. (PC: AFP)

3 / 5
બેટ સાથે હાર્દિકના પ્રદર્શનની જો વાત કરીએ તો 5 મેચની 4 ઇનિંગમાં તેને બેટિંગની તક મળી હતી. તેણે 4 ઇનિંગમાં કુલ 77 રન કર્યા હતા. તેનો બેસ્ટ સ્કોર 24 રનનો રહ્યો હતો. તેણે 25.66 ની એવરેજ અને 110 ની ધીમી સ્ટ્રાઇક રેટ સાથે રન કર્યા હતા. તેની 4 ઇનિંગમાં તેણે કુલ 4 ફોર અને 4 સિક્સ ફટકારી હતી.  (PC: AP)

4 / 5
બોલિંગની જો વાત કરીએ તો તેણે 5 મેચમાં ફક્ત ચાર વિકેટ ઝડપી હતી. તેનું બેસ્ટ પ્રદર્શન 35 રન આપીને 3 વિકેટ હતુ. તેણે 31.50 ની એવરેજ અને 8.40 ઇકોનોમી રેટ સાથે બોલિંગ કરી હતી. તેની સ્ટ્રાઇક રેટ 22.50 ની રહી હતી.  (PC: AFP)

5 / 5
 ફિલ્ડીંગમાં હાર્દિકે એક કેચ પકડ્યો હતો. ટોસની જો વાત કરીએ તો બીજી અને પાંચમી મેચમાં હાર્દિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો પણ બંને મેચમાં ભારતના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતો. શ્રેણીમાં બંને મેચ ભારત બીજી બેટિંગ કરીને જીત્યુ હતુ પણ હાર્દિકે ટોસ જીતીને પાંચમી મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ શ્રેણીમાં પાંચમાંથી ચાર મેચ બીજી બેટીંગ કરનાર ટીમ જીતી હતી.  (PC: AFP)

Next Photo Gallery