
વનડે ઈતિહાસમાં 10,000 રન - એશિયા કપ દરમિયાન વધુ 163 રન બનાવીને રોહિત શર્મા, સચિન, વિરાટ, રાહુલ, ગાંગુલી અને ધોનીની કલબમાં આવી જશે. વધુ 163 રન બનાવતાની સાથે જ રોહિત શર્મા વનડે ઈતિહાસમાં 10,000 રન પૂરા કરનાર છઠ્ઠો ભારતીય ખેલાડી બની જશે. તેણે હમણા સુધી 244 વનડે મેચમાં કુલ 9837 રન બનાવ્યા છે.

એશિયા કપમાં સૌથી વધારે વનડે મેચ રમવાનો રેકોર્ડ - રોહિત શર્માએ હમણા સુધી એશિયા કપમાં કુલ 22 વનડે મેચ રમી છે. શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્દને સૌથી વધારે 28 વનડે એશિયા કપ મેચ રમી છે. રોહિત શર્મા આ વર્ષે એશિયા કપની વધુ 6 મેચ રમીને આ રેકોર્ડ પોતાને નામે કરી શકે છે.
Published On - 6:15 pm, Fri, 1 September 23