
ICC એ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્ષ 2019માં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં જીત મેળવી હતી. મોટા સમાચાર એ છે કે ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે અને તેની ટક્કર 15 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે થશે.

World Cup 2023ની આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં 5 ઑક્ટોબર ઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ,15 ઑક્ટોબર ભારત vs પાકિસ્તાન,4 નવેમ્બર ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા,10 નવેમ્બર દક્ષિણ આફ્રિકા vsઅફઘાનિસ્તાન ,19 નવેમ્બર ફાઈનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ટૂર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને ત્રણ નોકઆઉટ મેચ સહિત 48 મેચ રમાશે. ભારત પ્રથમ વખત આખા વર્લ્ડકપની મેજબાની કરી રહ્યું છે, આ પહેલા ભારત પાડોશી દેશની સાથે મળી આ મેગા ટૂર્નામેન્ટની મેજબાની કરી ચૂક્યું છે,(photo source ICC World Cup twitter)

આ વખત વર્લ્ડકપમાં 10 ટીમ ભાગ લેશે. 2023 વનડે વર્લ્ડ કપ માટે હોસ્ટ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફધાનિસ્તાન, ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સીધું ક્વોલિફાય કરી લીધું છે. હવે અન્ય 2 ટીમ ક્વોલિફાય રાઉન્ડમાંથી આવશે.(photo source ICC World Cup twitter)

ભારત વિશ્વ કપ 2023 શેડ્યૂલ જોઈએ તો 8 ઑક્ટોબર - ભારત વિ ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ,11 ઓક્ટોબર - ભારત વિ અફઘાનિસ્તાન, દિલ્હી,15 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ પાકિસ્તાન, અમદાવાદ,19 ઑક્ટોબર - ભારત વિ બાંગ્લાદેશ, પૂણે,22 ઓક્ટોબર - ભારત વિ ન્યુઝીલેન્ડ, ધર્મશાલા,29 ઑક્ટોબર - ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લખનૌ,2 નવેમ્બર - ભારત વિ ક્વોલિફાયર,મુંબઈ,5 નવેમ્બર - ભારત વિ દક્ષિણ આફ્રિકા, કોલકાતા,11 નવેમ્બર - ભારત વિ ક્વોલિફાયર, બેંગલુરુ (photo source ICC World Cup twitter)
Published On - 1:17 pm, Tue, 27 June 23