16 વર્ષ પહેલા આજના દિવસે યુવરાજ સિંહે ફટકાર્યા હતા 6 બોલમાં 6 સિક્સર, જુઓ Photo

|

Sep 19, 2023 | 11:24 PM

આજથી 16 વર્ષ પહેલા આજના જ દિવસે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મેચમાં 6 બોલમાં 6 છગ્ગા ફટાકર્યા હતા. આ મેચમાં યુવરાજ સિંહે છ બોલમાં છ સિક્સર ફટકારવાની સાથે જ 12 બોલમાં પોતાની ફિફ્ટી પણ પૂર્ણ કરી હતી અને સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. યુવરાજની ફટકાબાજી અને આ શાનદાર ઈનિંગ બાદથી ટીમમાં નવો જુસ્સો આવ્યો હતો અને ટીમ ઈન્ડિયા આ સૌપ્રથમ T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું.

1 / 5
16 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટનો સૌપ્રથમ T20 વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં ટીમ ઈન્ડિયા વિજેતા બન્યું હતું.

2 / 5
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં યુવા ભારતીય ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

3 / 5
ભારતના T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવામાં સૌથી મોરું યોગદાન યુવરાજ સિંહનું હતું. યુવરાજે ટુર્નામેન્ટમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

4 / 5
19 સપ્ટેમ્બર 2007 ના રોજ ઈંગ્લેન્ડ સામે બેટિંગ કરતાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં યુવરાજે ધમાકેદાર ફટકાબાજી કરી કમાલ કર્યો હતો.

5 / 5
બ્રોડની એક ઓવરમાં દરેક બોલ પર યુવરાજે સિક્સર ફટકારી હતી અને છ બોલમાં છ સિક્સર ફટકારી ઈતિહાસ રચ્યો હતો.

Next Photo Gallery