World Cup : FIFA કે Cricket, વિશ્વની સૌથી ખર્ચાળ સ્પોર્ટ્સ ઇવેન્ટ કઈ?

FIFA World Cup 2026 12 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. વિશ્વભરના ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક રસપ્રદ ચર્ચા પણ ચાલી રહી છે કે FIFA World Cup અને ICC Cricket World Cupમાંથી કઈ ટૂર્નામેન્ટ સૌથી વધારે ખર્ચ કરે છે.

| Updated on: Jun 10, 2026 | 3:26 PM
1 / 8
FIFAને આશા છે કે આ વખતે વર્લ્ડ કપની કુલ દર્શક સંખ્યા 600 કરોડ સુધી પહોંચી શકે છે. વર્ષ 2022માં યોજાયેલા FIFA World Cup દરમિયાન વિશ્વભરમાં અંદાજે 500 કરોડ લોકોએ વર્લ્ડ કપની મેચો જોઈ હતી.

2 / 8
2022માં કતારમાં રમવામાં આવેલો FIFA World Cup ઇતિહાસનો સૌથી મોંઘો વર્લ્ડ કપ રહ્યો હતો. આશરે ₹18.9 લાખ કરોડ રૂપિયા લાગ્યા હતા. તેમાં સ્ટેડિયમ, મેટ્રો, એરપોર્ટ, હોટેલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ કરવામાં આવ્યું હતું. કતારના ખર્ચમાં માત્ર ટૂર્નામેન્ટ નહીં પરંતુ દેશના વ્યાપક વિકાસ પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થયો હતો. તેનો ખર્ચ અસાધારણ રીતે ઊંચો ગણાય છે.

3 / 8
અહેવાલો અનુસાર FIFA World Cup 2026માં આશરે 1 લાખ 29 હજાર કરોડ રૂપિયા ખર્ચ થઈ શકે છે.  FIFA World Cup 2026માં કુલ 1,248 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કુલ 48 ટીમો છે. દરેક ટીમમાં 26 ખેલાડીઓ હશે. 357 ખેલાડીઓ અગાઉ ટુર્નામેન્ટમાં રમી ચૂક્યા છે.  891 ખેલાડીઓ તેમના ફૂટબોલ કારકિર્દીમાં પહેલીવાર વર્લ્ડ કપમાં રમવાના છે.

4 / 8
FIFA World Cupની ટ્રોફી માત્ર ICC Cricket World Cupની ટ્રોફી કરતાં જ નહીં પરંતુ વિશ્વની લગભગ તમામ રમતગમત ટ્રોફીઓ કરતાં પણ વધુ કિંમતી માનવામાં આવે છે. FIFA World Cup અને ICC Cricket World Cup બંને વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ છે. પરંતુ FIFA World Cupનો ખર્ચ ક્રિકેટ વર્લ્ડ કપ કરતાં અનેક ગણો વધારે હોય છે. તેનું મુખ્ય કારણ આયોજનની પદ્ધતિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્ટિંગ, સ્ટેડિયમની સંખ્યા, સ્ટેડિયમનું કદ અને સુરક્ષા પર હોય છે.

5 / 8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર FIFA World Cupની 18 કેરેટ સોનાથી બનેલી અને લગભગ 6 કિલોગ્રામ વજન ધરાવતી FIFA વર્લ્ડ કપ ટ્રોફીની કિંમત અંદાજે 20 મિલિયન અમેરિકન ડોલર એટલે કે આશરે ₹190 કરોડ હોઈ શકે છે. જોકે ટ્રોફીની કિંમત અંગે FIFA દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

6 / 8
ફૂટબોલના FIFA World Cup અને Cricket World Cup Matchમાં ચેમ્પિયન બનતી ટીમોને અસલી ટ્રોફી આપવામાં આવતી નથી. બંને ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમોને ટ્રોફીની રિપ્લિકા (નકલ) ટ્રોફી સોંપવામાં આવે છે.

7 / 8
FIFA World Cup વધુ ખર્ચાળ છે કારણ કે તેમાં વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનેક શહેરોમાં આયોજન, ભારે સુરક્ષા અને વૈશ્વિક સ્તરની વ્યવસ્થા જરૂરી હોય છે. જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપ તુલનાત્મક રીતે ઓછા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓછા ખર્ચ સાથે યોજાઈ શકે છે.

8 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Published On - 3:18 pm, Wed, 10 June 26

Follow Us