ચારે બાજુ સ્મશાન જેવો માહોલ, જ્યાં જુઓ ત્યાં કણસતા જખ્મી લોકો, હરદા ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની સામે આવી ભયાનક તસવીરો

|

Feb 06, 2024 | 7:36 PM

મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના ભયાનક દૃશ્યો સામે આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો ભીષણ હતો કે આજુબાજુના રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. બ્લાસ્ટની ઘટનાને રેકોર્ડ કરનારા ખુદ પણ સ્ટને કારણે ઉડેલા કાટમાળમાં ઈજાગ્રસ્ત થયા હતા. જુઓ આ ભયાનક બ્લાસ્ટ તસવીરો

1 / 9
મધ્યપ્રદેશના હરદામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ રસ્તા પરથી પસાર થઈ રહેલી બાઈક,કાર સહિતના વાહનો અને રાહગીરો પણ તેની ઝપેટમાં આવી ગયા અને જખ્મી થયા હતા. રેસ્ક્યુ ઓપરેશનની ટીમને રસ્તા પર પડેલા વાહનો અને  લાશો મળી આવી હતી. આ ઉપરાંતબ્લાસ્ટનો ભોગ બનેલા ગંભીર રીતે જખ્મી લોકો પણ કણસતા જોવા મળ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

2 / 9
વિસ્ફોટ એટલો ભયાનક અને ભીષણ હતો કે સમગ્ર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો. જિલ્લા પ્રશાસનના જણાવ્યા અનુસાર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 74 લોકો ગંભીર રીતે દાજ્યા છે. જે પૈકી 11 લોકોને રિફર કરવામાં આવ્યા હતા.  જ્યારે અન્ય 63 લોકોને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે.

3 / 9
પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ કરવાની જહેમત હાથ ધરાઈ હતી. અન્ય જિલ્લાઓમાંથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ રેસ્ક્યુ માટે પહોંચી છે.

4 / 9
હરદામાં નર્મદાપુરમ સહિત આસપાસના વિસ્તારમાં 14 ડૉક્ટર તાત્કાલિક રવાના થઈ ગયા હતા. હરદામાં 20 એમ્બ્યુલન્સ હાજર હતી અને વધુ 50 પહોંચી ચુકી છે. ભોપાલ, ઈંદોર, બૈતુલ, નર્મદાપુરમ, ભેરુંદા, રેહટી સહિત અન્ય નગર નિગમ અને સંસ્થાઓથી ફાયર બ્રિગેડના જવાનોને હરદા મોકલવામાં આવ્યા છે.

5 / 9
વિસ્ફોટના કારણે આસપાસના ઘરો પણ ધ્રુજી ગયા હતા જ્યારે જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તે તો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે.

6 / 9
આ ઘટનાને કારણે રહેણાંક વિસ્તારમાં ફટાકડા ફેક્ટરી સ્થાપવાને લઈને ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. આ વિસ્ફોટના કારણે હરદાના બૈરાગઢ વિસ્તારમાં આજુબાજુના ઘરોને પણ નુકસાન પહોંચ્યુ છે.

7 / 9
આ વિસ્તારમાં ધાબા પર ગેરકાયદે રીતે ફટાકડા બનાવવામાં આવે છે. એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે દુર્ઘટના સમયે 50 થી 60 લોકો હાજર હતા, હજુ પણ એવી આશંકા છે કે લોકો અહીં ફસાયેલા છે.

8 / 9
ફટાકડા ફેક્ટરીમાં આ લખાય છે ત્યા સુધીમાં 11 લોકોના મોત થઈ ચુક્યા છે, હજુ મોતનો આંક વધે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. જ્યારે 74 લોકો આગની ચપેટમાં આવતા ગંભીર રીતે દાઝ્યા છે.

9 / 9
ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનો સતત એ જહેમતમાં લાગેલા છે કે કોઈપણ રીતે આગ પર કાબુ કરી લેવામાં આવે. આગ પર કાબુ કરવામાં વિલંબ થવાનું એક કારણ એ પણ છે કે ત્યાં ફટાકડા રાખેલા છે અને તેના કારણે આગ સતત ભડકી રહી છે.

Next Photo Gallery