
ખાંસીની સમસ્યાથી બચવા માટે ખરાબ હવાથી દૂર રહેવાની સાથે સાથે ખાણીપીણીમાં પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. કેટલીક વસ્તુઓ ખાંસીની સમસ્યાઓ દરમિયાન ન ખાવી જોઈએ.

એવું માનવામાં આવે છે કે ચોખાથી કફ થાય છે. નિષ્ણાતોના મતે ચોખાવી વાનગી બનાવવામાં તેલ અથવા ઘીનો ઉપયોગ થાય છે અને આ તેલ ગળામાં જામી શકે છે. તેનાથી ખાંસીની સમસ્યા વધી શકે છે.

તેલમાં તળેલી વાનગીથી પણ ખાંસીની સમસ્યા વધા છે. તેથી આવી વાનગીઓથી દૂર રહેવુ જોઈએ.

બર્ફી જેવી મીઠાઈઓથી પણ ખાંસીની સમસ્યા વધે છે. તેથી મીઠાઈના સેવનથી બચવુ જોઈએ.

દહીંથી ખાંસીની સમસ્યા વધી શકે છે. તેથી દહીં અને દહીંનો ઉપયોગ થતો હોય તેવી વાનગીઓથી દૂર રહેવુ જોઈએ.