
આલિયાએ લહેંગા સાથે મેચિંગ પિંક કલરની ઈયરિંગ્સ પહેરી છે. આ લુકમાં આલિયાએ લહેંગા સાથે દુપટ્ટો કેરી નથી કર્યો. આઈવરી શેડના લહેંગામાં આલિયા હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.

આલિયા ભટ્ટની આવી તસવીર જોઈને તેના ફેન્સ તેના આ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. આલિયાની આ તસવીરો જોઈને લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. તે જ સમયે, એક યુઝરે લખ્યું છે કે તે રાજકુમારી જેવી દેખાઈ રહી છે.