ઓક્ટોબરમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ 11.49 ટકા ઘટીને રૂ. 22,873.19 કરોડ એટલેકે 2,748.0 કરોડ ડોલર થઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ GJEPC એ આ માહિતી જાહેર કરી છે.ડેટા અનુસાર ગયા મહિને કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (CPD)ની નિકાસમાં 32.70 ટકાનો ઘટાડો થયો છે.