
ઘણા લોકોને રાત્રે અંધારામાં વંદો દેખાય તો જ ગભરાટ થાય છે. બાથરૂમ કે રસોડાની લાઇટ ચાલુ કરતાં જ વંદો ઝડપથી ભાગતો જોવા મળે છે. પરંતુ આ જંતુની શારીરિક ક્ષમતાઓ એટલી અજીબ છે કે તેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. (Image Source | iStock)

વંદા મોં અથવા નાકથી શ્વાસ લેતા નથી. તેના શરીરની બંને બાજુ નાના-નાના છિદ્રોની શ્રેણી હોય છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં સ્પિરેકલ્સ (Spiracles) કહેવામાં આવે છે. આ છિદ્રો દ્વારા હવા સીધી તેમના શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે. (Image Source | iStock)

આ કારણે શ્વાસ લેવા માટે વંદાને માથાની જરૂર પડતી નથી. માથું અલગ થઈ ગયા બાદ પણ શરીર પર આવેલા સ્પિરેકલ્સ દ્વારા શ્વાસ લેવાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. એટલે તેઓ ગૂંગળામણને કારણે તરત મૃત્યુ પામતા નથી. (Image Source | iStock)

વંદાની રક્તપરિભ્રમણ પ્રણાલી પણ માણસોથી અલગ હોય છે. વંદાની ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ હોય છે અને લોહીનું દબાણ માનવ શરીરની સરખામણીમાં ખૂબ ઓછું હોય છે. (Image Source | iStock)

આથી માથું કપાઈ જાય ત્યારે માણસોની જેમ મોટા પ્રમાણમાં લોહી બહાર નીકળતું નથી. કપાયેલી જગ્યાએ લોહી ઝડપથી જામી શકે છે. જેના કારણે શરીરમાંથી વધુ રક્તસ્ત્રાવ થતો નથી. (Image Source | iStock)

વંદાની નર્વસ સિસ્ટમ માત્ર મગજ પર આધારિત નથી. તેમના શરીરના વિવિધ ભાગોમાં ગેન્ગ્લિયા (Ganglia) નામના નર્વ સેલ્સના સમૂહો હોય છે. આ નર્વ સેન્ટર્સ શરીરની કેટલીક મૂળભૂત હિલચાલ અને પ્રતિક્રિયાઓને સ્વતંત્ર રીતે નિયંત્રિત કરી શકે છે. આ જ કારણસર માથું કપાઈ ગયા બાદ પણ વંદો થોડા સમય સુધી ચાલી શકે છે અને બહારથી સ્પર્શ થાય ત્યારે પ્રતિક્રિયા આપી શકે છે. (Image Source | iStock)

માથું કપાઈ ગયા બાદ વંદો લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. પરંતુ તેની કેટલીક મહત્વપૂર્ણ ક્ષમતાઓ ખતમ થઈ જાય છે. મોં ન હોવાથી તે ખાઈ કે પી શકતો નથી. વંદા ઠંડા લોહીવાળા જંતુઓ હોવાથી તેઓ લાંબા સમય સુધી ખોરાક વગર રહી શકે છે. પરંતુ પાણી ન મળવાથી અંતે તેનું મૃત્યુ થાય છે. (Image Source | iStock)

વંદા લગભગ 30થી 40 મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે. જોકે આ ક્ષમતા પરિસ્થિતિ અને પ્રજાતિ પ્રમાણે બદલાઈ શકે છે. ઠંડા અને અનુકૂળ વાતાવરણમાં તેઓ લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)