CM ભુપેન્દ્ર પટેલનો આજે 61મો જન્મદિવસ, અડાલજ ત્રિમંદિરમાં દાદા ભગવાનના દર્શન કરી દિવસનો કર્યો પ્રારંભ

|

Jul 15, 2022 | 11:27 AM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) તેમના જન્મદિવસના અવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના દર્શન કર્યા.

1 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે  61મો જન્મ દિવસ છે. અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના સભ્ય એવા ભૂપેન્દ્ર પટેલને 12 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના સત્તરમાં મુખ્યમંત્રી જાહેર કરાયા હતા. જે પછી તેઓ ગુજરાતના 17માં મુખ્યમંત્રી બન્યા હતા.

2 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસની શરુઆત અડાલજ ત્રિમંદિર જઈને દર્શન કરીને કરી હતી. તેમણે  મંદિર પરિસરમાં  સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાનને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂમાના સમાધિ દર્શન કરીને કૃપા આશિષ મેળવ્યા હતા.

3 / 5
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાદાભગવાનના અનન્ય ભક્ત છે. અને તેના કારણ જ તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં "દાદા" તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ રાજકીય ક્ષેત્રે ઘણા લાંબા સમયથી સક્રિય રહ્યા છે.

4 / 5
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને તેમના 61માં જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મુખ્યમંત્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની સરાહના કરી હતી. આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

5 / 5
મુખ્યમંત્રી દાદા ભગવાનમાં અનન્ય આસ્થા ધરાવે છે. મુખ્યમંત્રીનુ પદગ્રહણ કરતા જ તેઓ દાદા ભગવાનના ત્રિમંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પણ તેઓ દાદાભગવાનના મંદિરે આરતી દરમિયાન હંમેશા હાજર રહેતા હતા.

Next Photo Gallery