
રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત 31 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને વર્ગ 1ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી.ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું. રાજ્યમંત્રીશ્રી કીર્તિ સિંહ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.