
તેણે પોતાના ખાસ લોકેટનો ઝૂમ ફોટો શેર કર્યો છે જેમાં તેનો મોનોક્રોમ ફોટો દેખાઈ રહ્યો છે. ઝીનતના આ ફોટા જોઈને તમે વિચારવાનું ભૂલી જશો કે અભિનેત્રી 70ના દાયકાની શરૂઆતની છે. ઝીનત આ ઉંમરે પણ સૌને ટક્કર આપી રહી છે.

તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે પોતાના કરિયારમાં દેવ આનંદ, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર અને શશિ કપુર જેવા કલાકારો સાથે કામ કર્યું છે. તેની બોલ્ડનેસની ચર્ચા તે સમયે પણ ખુબ થતી હતી.

હવે અભિનેત્રી તેની પર્સનલ લાઈફનો આનંદ માણી રહી છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની ફેશન સેન્સ અને સુંદરતાથી તે લોકોના દિલમાં હજુ પણ સ્થાન જમાવી રહી છે.