
તમને જણાવી દઈએ કે, તેના પરફોર્મન્સ પહેલા ઝાકિર ખાનના એક શોનું પોસ્ટર ટાઈમ્સ સ્ક્વેરના બિલબોર્ડ પર જોવા મળ્યું હતુ. ઝાકિરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિલબોર્ડની નીચે પોતાની ટીમ સાથે ઉભા રહી ફોટો શેર કર્યો હતો.

જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સાથે તેમણે એક અમેરિકી મીડિયા પ્લેટફોર્મ પર શેફ વિકાસ ખન્નાની સાથે કુકિંગ કરતા જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, પરફેક્ટ કોમિક ટાઈમિંગ અને સાદગી માટે ઝાકિર ખાન જણાય છે. તે વીડિયોમાં પોતાની અને આમ આદમીની ઈમેજ માટે લડ્યા છે. તે પ્રાઈમ વીડિયો પર તેનો કોમેડી શો કોમિક્સ્તાન ખુબ ફેમસ છે. આ સાથે તે ચાચા વિધાયક હૈ હમારા જેવી વેબ સિરીઝમાં લીડ રોલમાં જોવા મળી ચૂક્યો છે.