Jhalak Dikhhla Jaa Contestants List: માધુરી દીક્ષિતના તાલ પર નાચશે યુવરાજ સિંહ-નિયા શર્મા અને નીતિ ટેલર, ‘અનુપમા’ના પુત્ર પણ બનશે શોનો ભાગ
ઝલક દિખલા જાની (Jhalak Dikhhla Jaa) 10મી સીઝન ફરી એકવાર ટીવી પર સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ટીવી પર ઓન એર થઈ શકે છે. આ શોના સંભવિત પાર્ટિસિપેટના નામ યુવરાજ સિંહ, નિયા શર્મા, નીતિ ટેલર અને પારસ કલનાવત છે.
1 / 10
ઝલક દિખલા જાની 10મી સીઝન ફરી એકવાર ટીવી પર ધૂમ મચાવવા માટે તૈયાર છે, થોડા વર્ષોનો બ્રેક લીધા બાદ આ શો ફરી એકવાર ટીવી પર દસ્તક આપવાનો છે. આ શો માટે મેકર્સ ઘણા મોટા એક્ટર્સનો સંપર્ક કરી રહ્યા છે.
2 / 10
એવા પણ સમાચાર હતા કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ એક્ટર મોહસીન ખાન પણ ઝલક દિખલા જામાં દેખાઈ શકે છે, પરંતુ હાલ મોહસિને એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે તે હજુ આ શોનો ભાગ નહીં બને.
3 / 10
પરંતુ હિના ખાનના નામ પર હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે, શોના મેકર્સ હજુ પણ તેની ફીસ વિશે વાતચીત કરી રહ્યા છે.
4 / 10
હવે ઝલક દિખલા જાના કંટેસ્ટેંટના લિસ્ટમાં વધુ એક નવું નામ ઉમેરાયું છે, તે નામ છે એક્ટર ધીરજ ધુપર. ધીરજે તાજેતરમાં કુંડળી ભાગ્યને અલવિદા કહી દીધું છે. ધીરજ ધુપર લગભગ 5 વર્ષ સુધી આ શોનો ભાગ હતો.
5 / 10
આ સિવાય આ ડાન્સ શોમાં પાર્ટિસિપેટ કરવા માટે ‘કૈ યે યારિયાં’ ફેમ નીતિ ટેલરને પણ અપ્રોચ કરવામાં આવી છે.
6 / 10
ઝલક દિખલા જામાં હંમેશા એક ક્રિકેટરને ઓન બોર્ડમાં લાવવાની કોશિશ કરવામાં આવે છે. આ વખતે નવી સિઝન માટે યુવરાજ સિંહનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.
7 / 10
10મી સીઝનને માધુરી દીક્ષિત-નેને, નોરા ફતેહી અને કરણ જોહર જજ કરશે, આ શો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ટીવી પર ઓન એર થઈ શકે છે.
8 / 10
10મી સીઝનને માધુરી દીક્ષિત-નેને, નોરા ફતેહી સાથે કરણ જોહર પણ જજ કરશે.
9 / 10
ઝલક દિખલા જામાં 'અનુપમા'નો પુત્ર સમર ઉર્ફ પારસ કલનાવત પણ આ શોમાં પાર્ટિસિપેટ કરશે.
10 / 10
ઝલક દિખલા જામાં નિયા શર્મા પણ ડાન્સ કરીને ધૂમ મચાવશે.
Published On - 7:48 pm, Tue, 19 July 22