
હ્યુમન : શેફાલી શાહ જેમની બે વેબ સિરીઝ દિલ્હી ક્રાઈમ અને હ્યુમનને 2022 માટે શ્રેષ્ઠમાં ટોપ 10 તરીકે પસંદ કરવામાં આવી હતી. હ્યુમનને પણ 7.9 રેન્ક પર રહીને ટોપ 5માં પોતાનું સ્થાન બનાવ્યું છે.

અપહરણ 2 : આ વેબ સિરીઝની પણ લોકપ્રિયતા એટલી જ રહી છે કે જેટલી બીજી બધી વેબ સિરીઝની છે. જીયો સ્ટુડિયો અને બાલાજી ટેલિફિલ્મ્સે આ સિરીઝને બનાવી હતી.

ગુલ્લક : વેબ સિરીઝ ગુલકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેનું લેખન છે. નિખિલ વિનય આ પહેલા પણ શાનદાર સ્ટેન્ડ અપ કોમેડી લખવા માટે જાણીતા છે. આ સીરિઝ દ્વારા તેણે લોકોને પોતાની કલમના અન્ય રંગથી પરિચય કરાવ્યો છે.

NCR ડેઝ : આ અંબરીશ વર્માની કોમેડી ડ્રામા વેબ સિરીઝ છે જેની વાર્તા ખૂબ જ સુંદર છે. કોલેજ લાઈફના દરેક રંગને દર્શાવતી એક શાનદાર વેબ સિરીઝ 'કેમ્પસ ડાયરીઝ' પણ ખૂબ ચર્ચામાં રહી છે તેમજ તે 9.1 રેન્ક મેળવીને ટોપ 10માં પોતાનું સ્થાન બનાવ્યું છે.

અભય : આ સિરીઝે પણ વર્ષ 2022માં પોતાનો જલવો જાળવી રાખ્યો છે. 8.1 રેન્કે તેને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે.

કેમ્પસ ડાયરી : આ વેબ સિરીઝ કોલેજના 6 મિત્રો વચ્ચેની છે. જે પહેલી વાર કોલેજ લાઈફને એન્જોય કરી રહી છે. આ સિરીઝને પણ 8.9 રેન્ક મળી ચુક્યા છે.

કોલેજ રોમાંસ : કોલેજ રોમાંસએ એક લોકપ્રિય વેબસિરીઝ છે. આ સિરીઝમાં કોલેજ લાઈફમાં રોમાન્સ, મસ્તી અને ધમાલ જોવા મળી હતી.