TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti
Jul 23, 2022 | 8:00 PM
રિપોર્ટ્સ મુજબ ટોમ ક્રુઝ દુનિયાના સૌથી મોંઘા એક્ટર છે. તે લગભગ 100 મિલિયન ડોલર એક ફિલ્મ માટે ચાર્જ કરે છે.
રિપોર્ટ્સ મુજબ વિલ સ્મિથ દુનિયાના બીજા સૌથી મોંઘા એક્ટર છે. એવું કહેવાય છે કે તેણે તેની અપકમિંગ ફિલ્મ 'એમેનસિપેશન' માટે લગભગ 279.88 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
દુનિયાના સૌથી મોંઘા એક્ટર્સના લિસ્ટમાં ત્રીજા નંબરે લિયોનાર્ડો ડીકેપ્રિયોનું નામ હોવાનું કહેવાય છે. તેણે તેની અપકમિંગ ફિલ્મ 'કિલર ઓફ ધ ફ્લાવર મૂન' માટે લગભગ 239.83 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
'ફોર્મ્યુલા 1' માટે લગભગ 239.83 કરોડ રૂપિયા ચાર્જ કરનાર બ્રેડ પિટ વિશ્વના ચોથા સૌથી મોંઘા એક્ટર હોવાનું કહેવાય છે.
આ પછી હોલીવુડ ડ્વેન જોન્સન, ક્રિસ હેમ્સવર્થ, ડેન્ઝલ વોશિંગ્ટન, 'વિન ડીઝલ, જેકલીન ફિનિક્સ, ટોમ હાર્ડી, વિલ ફેરેલ અને રેયાન રેનોલ્ડ્સ જેવા સ્ટાર્સ આવે છે, જે લગભગ 159.89 કરોડ રુપિયા એક ફિલ્મ માટે ચાર્જ કરે છે.