
હાલમાં નુસરત જહાં અને શોના મેકર્સ પણ આ અંગે મૌન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નુસરતનું આગામી કેટલાક મહિનાઓનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. જાહેરખબરો સિવાય તેમની રાજનીતિ સાથે જોડાયેલી ઘણી પ્રતિબદ્ધતાઓ છે.

નુસરત જહાંએ ગયા વર્ષે જ પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. તે બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા સાથે રિલેશનશિપમાં છે. યશ અને નુસરતના પુત્રનું નામ યશાન છે.