
બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પણ એવા સ્ટાર કિડ્સમાં સામેલ છે જેઓ તેમના પિતાની જેમ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. બોલિવૂડમાં માત્ર ત્રણથી ચાર ફિલ્મોમાં કામ કરી ચુકેલા સૂરજ પંચોલી પોતાની કારકિર્દી કરતાં વધુ પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં આવ્યા છે. સૂરજનું નામ અભિનેત્રી જિયા ખાનના આત્મહત્યા કેસ સાથે જોડવામાં આવ્યું છે, જે તેની કારકિર્દીના અંતનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

જિયા સૂરજ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ. આ મામલો મીડિયામાં એટલો છવાઈ ગયો હતો કે સૂરજને ડેબ્યુ કરતા પહેલા જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને 10 વર્ષ વીતી ગયા છે. જોકે સૂરજ આજે પણ બોલિવૂડમાં પોતાની નવી ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યો છે.