
અભિનેત્રી હોવાની સાથે સોનાલી કુલકર્ણી એક મોડલ પણ રહી ચુકી છે. તેણે વિવિધ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો સોનાલીની ફિલ્મો દિલ ચાહતા હૈ, દોઘી, સિંઘમ અને ટેક્સી નં. 9211માં જોવા મળી છે.

સોનાલી અભિનયની દુનિયામાં સતત અકબંધ છે. તે સાઉથની ફિલ્મોમાં દેખાતી રહે છે પરંતુ તેમના આ નિવેદનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તમામ મહિલાઓને એક ત્રાજવામાં તોલીને નવી મુશ્કેલી ઊભી કરી છે.