
ઓરહાન અવતારમણિ એટલે કે ઓરી એક સામાજિક કાર્યકર્તા છે જેનો ફિલ્મ જગત સાથે કોઈ ખાસ સંબંધ નથી પરંતુ તે એનિમેશનમાં કારકિર્દી બનાવવા માંગે છે. આ સિવાય ઓરીએ સારા અલી ખાન સાથે કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. અહીંથી ધીમે-ધીમે તેનો પરિચય બી ટાઉનના સ્ટાર કિડ્સ સાથે થયો અને આજે તે અંબાણી પરિવારનો પણ ફેવરિટ બની ગયો છે.

ઓરહાન અવત્રામાની હાલમાં રિલાયન્સ રિટેલના સ્પેશિયલ પ્રોજેક્ટ્સ વિભાગનું નેતૃત્વ કરી રહ્યો છે. તે આંતરરાષ્ટ્રીય સહયોગ અને ભારતીય ફેશન ઉદ્યોગને આગળ વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ઈશા અંબાણી સાથે તેનું કનેક્શન હોવું સ્વાભાવિક છે.