કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhota) ઘણા સમયથી રિલેશનશીપને લઈને ચર્ચામાં છે. જો કે અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પણ તેના વિશે કોઈ કમેન્ટ કરી નથી.
હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ એવોર્ડ સેરેમનીમાં સાથે નજર આવ્યા.
બંનેએ એકબીજાને પહેલા જોયા બાદ હગ આપ્યું અને પછી એકબીજાને શુભેચ્છાઓ આપી.
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણીને ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો છે.
ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાને ફિલ્મ શેરશાહ માટે ક્રિટિક્સ બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.